આ બ્લોગમાં શૈક્ષણિક તેમજ ટેકનોલોજીને લગતી માહિતી અપડેટ કરવામાં આવે છે. આ બ્લોગનો હેતુ માત્ર જાણકારી પુરી પાડવાનો છે.છતા કોઈને મારી માહિતીથી તકલીફ હોય તો મારા ઈમેઈ પર મેઈલ કરો.

Wednesday, July 31, 2013

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

    
(1) પાંચમાં તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટે નીચેના માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧-૮-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૩૦-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પાંચમાં તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
માધ્યમ કેટેગરી મેરીટ માધ્યમ કેટેગરી મેરીટ
ગુજરાતી જનરલ ૫૮.૧૭ ગુજરાતી અનુ.જાતિ ૬૪.૧૧
ગુજરાતી અનુ.જાતિ ભાઈઓ ૫૭.૩૫ ગુજરાતી વાલ્મિકી ૫૩.૬૫
ગુજરાતી અનુ.જાતિ બહેનો ૫૬.૯૫ ગુજરાતી સા.શૈ. પછાત બહેનો ૬૧.૪૪
ગુજરાતી અનુ.જન જાતિ ૫૫.૦૯ હિન્દી જનરલ ૬૪.૬૬
ગુજરાતી વાલ્મિકી ૫૬.૪૯ ઉર્દૂ જનરલ ૫૯.૬૮
ગુજરાતી સા.શૈ. પછાત ૫૦.૨૪ મરાઠી જનરલ ૫૯.૦૧
હિન્દી જનરલ ૭૦.૮૭
હિન્દી સા.શૈ. પછાત ૭૦.૦૬
અંગ્રેજી અનુ.જન જાતિ ૫૮.૬૪
ઉર્દૂ જનરલ ૫૯.૯૬
મરાઠી જનરલ ૬૩.૯૬
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

No comments:

Post a Comment