આ બ્લોગમાં શૈક્ષણિક તેમજ ટેકનોલોજીને લગતી માહિતી અપડેટ કરવામાં આવે છે. આ બ્લોગનો હેતુ માત્ર જાણકારી પુરી પાડવાનો છે.છતા કોઈને મારી માહિતીથી તકલીફ હોય તો મારા ઈમેઈ પર મેઈલ કરો.

CCC/CCC+


આ પેજ ઉપર  તમને ccc પરીક્ષાને લગતુ મટીરીયલ તેમજ માર્ગદર્શન મળશે.

                              હાલમાં સરકાર શ્રી દ્રારા સી.સી.સી. માટેની પરીક્ષાની જવાબદારી જી.ટી.યુ.ને આપવામાં આવેલ છે.જી.ટી.યુ. દ્રારા તારીખ 17 જુલાઈ 2014 થી ઓનલાઈન ફોર્મ ભરવામાટે એક સાઈટ (http://ccc.gtu.ac.in)  ખોલવામાં આવેલ છે. જે સાઈટ ઉપર વિવિધ તબ્બકામાં ઓનલાઈલ રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભરવાની સવલત પુરી પાડે છે. પ્રથમ તબક્કામાં 1000, બીજા તબક્કામાં 5000, અને ત્રીજા તબક્કામાં 10000નુ રજીસ્ટ્રેશન થયેલ છે. હાલ ત્રીજા તબક્કાની હોલ ટીકીટ પણ ડાઉનલોડ થઈ રહી છે. જ્યારે હવે પછી તા. 13-10-14 ના રોજ ચોથા તબ્બકાનુ રજીસ્ટ્રેશન સવારે 11:30 કલાકે થસે તેવી જાહેરાત જી.ટી.યુ ની ઉપરોક્ત સાઈટ ઉપર મુકવામાં આવેલ છે. 
                                        મિત્રો, ધણાબધાની ફરીયાદ છે કે જ્યારે જી.ટી.યુ ની સાઈટ ખુલ્લે છે  અને તરત જ બંધ થઈ જાય છે.  હા, આ વાત બિલકુલ સાચી છે તે સમયગાળામાં જે રજીસ્ટેશનનો આકડો હોય છે. તે પુરૂ થઈ જાય છે અને સાઈટ ક્લોઝ થઈ જાય છે. 
                                         જો  તમારે રજીસ્ટેશન ઝડપથી  કરવુ હોય તો એના માટે નિચેના સ્ટેપને અનુસરો
  1. તામારા કોમ્પ્યુટર ઉપર ઈન્ટરનેટ કનેક્ટ કરી ઈન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો........ 
  2. ત્યારબાદ બ્રાઉઝરમાં જી.ટી.યુ. ની સાઈટ ની લીંક ઓપન કરો... 
  3. જ્યારે તમે સાઈટ ઓપન કરશો ત્યારે નિચે મુજબ વિંડો દેખાશે. 

4. હવે પછી જે તારીખે રજીસ્ટ્રેશન શરૂ થવાનુ હોય તે દિવસે 11:25 મિનિટે ઈન્ટરનેટ બ્રાઉઝરના એડ્રેસબારમાં વારંવાર રીફ્રેસ કરતા રહો..... જેથી જ્યારે સાઈટ ઓપન થાય ત્યારે તરત તમારા કમ્પ્યુટરમાં આવી જાય.. 
5. જ્યારે 11:30 થાય કે તરત જ સાઈટ ઉપર કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન ટેબ આવી જશે તે ટેબ ઉપર ઝડપથી ક્લીક કરી જે ડાયલોગ બોક્સ ખુલ્લે તેમા તમારો મોબાઈ નંબર નાખી ત્રણથી ચાર આકડાનો પાસવર્ડ લખી ઝડપથી સેન્ડ બટન ઉપર ક્લીક કરી દો.

નોંધ :- એક વખત રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમારા મોબાઈલમાં એક જી.ટી.યુ. સાઈટ ઉપરથી આઈડી અને પાસવર્ડ આવી જશે. જેની મદદથી તમે ત્રણથી ચાર દિવસમાં તમારી અનુકૂળતા મુજબ ફોર્મ ભરી શકશો..............વધુ વિગતો માટે સંપર્ક કરો....lbk8585.cha@gmail.com


ccc/ccc+  પરીક્ષા અંગેના વિવિધ સમયે થયેલ પરીપત્રો ડાઉનલોડ કરવા ખાસ કોપા/આઈ.ટી.આઈ નુ સર્ટીમાન્ય ગણવુ કે નહિ ...........અહી ક્લીક કરો























































































































No comments:

Post a Comment